bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
જનરલ નોલેજ - સવાલ જવાબ
Back

૧. ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે?

જ.: ઉકાઇ બંધ

૨. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

જ.: હલ્લીસક

૩. ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે?

જ.: ગાંધી માય ફાધર

૪ કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે?

જ.: લેલાં

૫ શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે?

જ.: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

૬ ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે?

જ.: જયોતીન્દ્ર હ. દવે

૭ ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?

જ.: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

૮ ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?

જ.: તાતારખાન

૯ પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો.

જ.: વલભી વિદ્યાપીઠ

૧૦ સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે?

જ.: ગુજરાત

૧૧ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ?

જ.: દ્વારકા

૧૨ ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે?

જ.: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

૧૩ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?

જ.: કવિ ભોજા ભગત

૧૪ ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?

જ.: સરદાર સરોવર

૧૫ શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે?

જ.: નવોદય શાળાઓ

૧૬ નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?

જ.: સાબરમતી નદી અને સરસ્વતી

૧૭ ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ?

જ.: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

૧૮ કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?

જ.: પ્રીતી સેનગુપ્તા

૧૯ કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે?

જ.: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

૨૦ અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો?

જ.: આશાવલ (હાલનું અમદાવાદ)

૨૧ ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે?

જ.: જામ રણજીતસિંહ

૨૨ પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?

જ.: ડાંગ

૨૩ સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું?

જ.: હિંદ સ્વરાજ

૨૪ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?

જ.: શૂન્ય

૨૫ કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?

જ.: શરદ પૂર્ણિમા

૨૬ ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ?

જ.: ઉંઝા

૨૭ પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે?

જ.: બળવંતરાય ક. ઠાકોર

૨૮ ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે?

જ.: અંશુમાન ગાયકવાડ

૨૯ સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ?

જ.: ઓખા

૩૦ ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ?

જ.: સાવરકુંડલા

૩૧ રીંછનો પ્રિય ખોરાક શું હોય છે?

જ.: ઉધઇ

૩૨ ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?

જ.: સંત પીપાજી

૩૩ શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી?

જ.: મૃત્યુનો ગરબો

૩૪ અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી?

જ.: પ્રભાસ પાટણ

૩૫ ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ?

જ.: હિંગોળગઢ

૩૬ મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી?

જ.: ઈન્દુલાલ યાજ્ઞિક

૩૭ અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે?

જ.: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

૩૮ ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે?

જ.: મીરાંબાઇ

૩૯ ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ?

જ.: ધ્યાની દવે

૪૦ ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે?

જ.: ભુજંગ મંદિર

૪૧ કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?

જ.: ડૉ. મધુકર મહેતા

૪૨ ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે?

જ.: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

૪૩ ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?

જ.: હજીરા

૪૪ ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો?

જ.: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

૪૫ ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી?

જ.: દિનેશ ભીલ

૪૬ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું?

જ.: નાનજી કાલિદાસ મહેતા

૪૭ ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ?

જ.: કવિ ભાલણ

૪૮ ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે?

જ.: નરસિંહ મહેતા

૪૯ પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી?

જ.: ઠક્કરબાપા

૫૦ શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું?

જ.: સ્વામી દયાનંદ સરસ્વતી

 

૫૧ વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું?

જ.: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર

૫૨ નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?

 જ.: રૂપાલ

૫૩ ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?

જ.: વલય પરીખ

૫૪ ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે?

જ.: નવલરામ

૫૫ સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું?

જ.: કાદંબરી

૫૬ અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ?

જ.: અરવલ્લી

૫૭ ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?

જ.: રાજકોટ

૫૮ ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?

જ.: ઉકાઇ

૫૯ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?

જ.: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

૬૦ ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ?

જ.: મધ્ય ગુજરાત

૬૧ ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી?

જ.: કોચરબ આશ્રમ

૬૨ ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે?

 

Wiggle voucher code Joules Outlet Ann Summers promo code Footasylum free delivery code

wholesale inkjet paper wholesale inkjet photo paper cheap inkjet paper cheap inkjet photo paper