







બિદડા પાટીદાર સનાતન યુવક મંડળ અને શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ દ્વારા તારીખ: ૧૪/૦૧/૨૦૨૩, શનિવાર મકરસક્રાંતિ તહેવારના રોજ ત્રીજો *મકરસંક્રાંતિ રમત મહોત્સવ* ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.
.jpg)
🔷 જેમાં સમાજના નાના મોટા ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો.
🔷 સૌપ્રથમ સવારે 8:30 વાગે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો તેમજ સ્પોર્ટ્સ મસાલ જ્યોત પ્રગટાવીને ખેલાડીઓ દ્વારા રનર અપ કરવામાં આવ્યું.
🔷 ત્યારબાદ વિવિધ એથ્લેટીક્સ રમતો જેવી કે દોડ, લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેક, ચક્રફેક, બરછીફેંક, કબડ્ડી, ખોખો, ચેસ તેમજ લીંબુ ચમચી, રસ્સા ખેંચ અને સંગીત ખુરશી જેવી મનોરંજક રમતો રમાડવામાં આવી. જેમાં સમાજના ભાઈઓ તથા બહેનોએ વિવિધ રમતોમાં પોતાના કૌશલ્ય દેખાડ્યા.
🔷 બપોરે ભોજન બાદ રસ્સાખેચ ની રમતોમાં સૌ નાના, મોટા તેમજ વડીલોએ સ્પર્ધાની સાથે મનોરંજન મેળવ્યું હતું.
🔷 રસ્સાખેચની ફાઈનલ નો શુભારંભ *માંડવી મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે* ના હસ્તે કરવામાં આવ્યો.

🔷 સાંજે સાડા ચાર વાગ્યે સમાપન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. જેમાં વિવિધ રમતોમાં વિજેતા થયેલ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા.

🔷 શિક્ષણ સમિતિના પ્રમુખ વિપુલભાઈ સેંઘાણીએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું અને પ્રાસંગિક પ્રવચનમાં રમત ગમત આપણને જીવન જીવવાની પદ્ધતિ શીખવાડે છે એમ જણાવી નાના-મોટાં સૌને ઉંમરના બાધ વિના રમતોત્સવમાં ઉત્સાહથી ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.
🔷 માનનીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા સમાજની રમતોત્સવની પહેલને આવકારતા મન-ચિત્ત એકાગ્ર કરવા માટે રમતનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે એમ જણાવ્યું હતું. ઉપરાંત ગૌ સેવા, ગરીબોની સેવા, જળસંચય બાબતે પણ સમાજજનોને આગળ આવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સિવાય સૂચિત ગામના રોડ રસ્તાઓ સમારકામની પણ ખાત્રી આપી હતી.
🔷 યુવક મંડળ ના પ્રમુખ દિનેશભાઈ પારસિયા એ રમત મહોત્સવ માં ભાગ લેનાર સૌ ખેલપ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
🔷મકરસંક્રાંતિ રમત મહોત્સવ ના મુખ્ય દાતા સ્વ. ડાઈબેન ધનજી છાભૈયા હ. શામજીભાઈ અને સ્વ. ધનબાઈ નાનજી સેંઘાણી હ. જયંતીભાઈ રહ્યા હતા. તેમજ દરેક રમત ના દાતા અને સહયોગી દાતા નો આર્થિક સહયોગ મળ્યો હતો.
🔷શ્રી સમાજ ના પ્રમુખ શામજીભાઈ છાભૈયા અને મંત્રી અમૃતભાઈ રામાણીએ યુવક મંડળ તેમજ શિક્ષણ સમિતિની આ સુંદર આયોજન વ્યવસ્થા બદલ શુભેચ્છા પાઠવી હતી.
🔷સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હિતેશભાઈ સેંઘાણી અને પિયુષભાઈ લીંબાણી એ કર્યું હતું.
🔷 આભારવિધિ માં યુવક મંડળ ના ઉપપ્રમુખ નિલેશભાઈ સેંઘાણી એ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યરત રહેલી વિવિધ સમિતિઓ, દાતાઓ,ખેલાડીઓ, નિર્ણાયકો નો આભાર વ્યક્ત કર્યો હતો.
🔷 સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા યુવક મંડળ ના સભ્યો તેમજ શિક્ષણ તથા આરોગ્ય સમિતિ એ સંભાળી હતી.





