bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

 

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

 

                                                             

                            શ્રી બિદડા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ પ્રેરિત શિક્ષણ તથા આરોગ્ય સમિતિ દ્વારા તારીખ: ૧૮/૧૧/૨૦૨૧, ગુરૂવારના રોજ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ સમાજ ના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયા એ પ્રસ્થાન ની સાથે શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ ભુજ તાલુકાના કેરા ગામ ખાતે આવેલ પ્રાકૃતિક સ્થળ જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં સવાર ના નાસ્તા બાદ સૌ વિદ્યાર્થીઓના પરિચય તેમજ પ્રતિભાવો મેળવ્યા. ત્યારબાદ મમાયમોરા પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપાલની ફરજ બજાવતા એવા શિક્ષણ તથા આરોગ્ય સમિતિના પ્રમુખશ્રી વિપુલભાઈ સેંધાણીએ સૌ વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય બનાવવા પોતાની અભીરુચિ મુજબ કોર્સ પસંદ કરવા અને હાલમાં જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અંગે વિપુલ તકો રહેલી છે તે અંગેની માહિતી આપી તેમજ આગામી દિવસોમાં આવનારી વિવિધ સરકારી ભરતી અંગે પણ માહિતી આપી. ત્યારબાદ શિક્ષણ તથા આરોગ્ય સમિતિના મંત્રી પિયુષભાઈ લિંબાણી દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે ગમ્મત કેળવી શકે તેમજ સામાન્ય જ્ઞાન માં વધારો થાય તેવી અવનવી રમતો રમાડવામાં આવી. 
                       બપોરે બલદીયા ગામમાં આવેલ અબજીબાપા ની છતેડી અને ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પ્રસાદ ગ્રહણ કર્યો અને સંકુલમાં વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા તેમજ કૌશલ્ય વિકાસ ખીલી શકે એવી રમતો રમ્યા.
                                                          
      
                                     
 
                સાંજના સમયે ભુજ તાલુકાના નારણપર ગામ ખાતે નવું જ વિકસાવેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું સ્મૃતિવન ની મુલાકાત લીધી. ત્યાં રસ્સાખેંચ જેવી રમતોથી મનોરંજન મેળવ્યું. ત્યારબાદ યુવક મંડળના પ્રમુખશ્રી દિનેશભાઈ પારસીયા એ વિદ્યાર્થીઓને આગળ વધુ અભ્યાસ કરીને પોતાના પરિવાર નું નામ રોશન કરવાં તેમજ સમાજના વિકાસમાં સહભાગી થવા માટે આહવાન કર્યું. તેમજ ગત સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ દડગાએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારા પડકારો સામે આત્મવિશ્વાસથી ટકી રહેવા તેમજ જીવનમાં આવેલી દરેક તકને ઝડપી લેવા માટે નું સૂચન કર્યું. ત્યારબાદ મુક્તમંતવ્યો માં  વિદ્યાર્થીઓએ પોતાના કારકિર્દી અંગે ના પ્રશ્નોની સાથે પ્રવાસ અંગે ના અભિપ્રાયો જણાવ્યા. 
 
 
 
                          અંતે સમિતિ ના મંત્રી પિયુષભાઈ લિંબાણી એ વિદ્યાર્થીઓને સમિતિ દ્વારા કોઈપણ જગ્યાએ કે ક્ષેત્રે મદદની જરૂર હશે ત્યારે સમિતિ ખડેપગે હાજર રહેશે તેમજ આગામી સમયમાં સમિતિ દ્વારા અવનવા કાર્યક્રમો કરીને લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કટીબદ્ધ રહેશે એમ જણાવ્યું હતું. ત્યારબાદ કોડાય પુલ ખાતે રાત્રી ભોજન બાદ શ્રી બિદડા પાટીદાર સમાજવાડી ખાતે પરત ફર્યા હતા.  આ સમગ્ર પ્રવાસમાં વ્યવસ્થા શિક્ષણ તથા આરોગ્ય સમિતિના સભ્યો શૈલેષભાઈ સેંઘાણી, મનીષભાઈ દડગા, મહેન્દ્રભાઈ છાભૈયા, જીનીતભાઈ વાસાણી એ સંભાળી હતી. સોશિયલ મીડિયાની માયાજાળમાંથી મુક્ત થઈને વિદ્યાર્થીઓ પ્રકૃતિના ખોળે આનંદકિલ્લોલ કરી શકે તે સમાજ નો હેતુ સિદ્ધ થતો જણાયો હતો.
 

આભાર