bidda
શોધવુ
નામ:

અટક:
વિસ્તાર:
શિક્ષણ:
બ્લડ ગ્રુપ:
વ્યવસાય:
top
શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજીત શૈક્ષણિક પ્રવાસ

યુવાસંઘ કચ્છ (પૂર્વ) રીજીયન આયોજીત એક કદમ લક્ષ્ય કી ઓર સિઝન - ૨ વર્કશોપ

શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ દ્વારા આયોજિત ત્રીજો મકરસંક્રાંતિ રમત મહોત્સવ

શ્રી બિદડા કડવા પાટીદાર લક્ષ્મીનારયણ સનાતન યુવક મંડળ આયોજિત હોળી પર્વ નિમત્તે વોલીબોલ ટુર્નામેન્ટ

બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

શ્રી બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ આયોજિત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ

હવનાષ્ટમી અને સરસ્વતી સન્માન સમારોહ નો અહેવાલ વર્ષ ૨૦૨૧

વિધાર્થી સ્નેહમિલન કાર્યક્રમ 05/11/2016

નવરાત્રી મહોત્સવ

ગણેશ ચતુર્થી

જન્માષ્ટમી પર્વ અ‍હેવાલ ૨૦૧૬

bottom
top
ટેલીફોન ડિરેક્ટરી
નામ/નંબર :
bottom
top
વેબસાઇટ મુલાકાત લીધી
bottom
top
આપણા સમુદાય
facebook ફેસબુકtwitterટવીટર
bottom
બિદડા પાટીદારસમાજ ખાતે યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ

 

 શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ પૂર્વકચ્છ રીજીયન સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડીકલ ચેકઅપ કેમ્પ નંબર ૬ બિદડા સમાજ ખાતે આયોજિત કરવામાં આવ્યો. 

 
 
🔷 જેમાં બિદડા પાટીદાર સમાજ ની સાથે શ્રીરામ નગર, નાનીખાખર અને કૈલાસનગર સમાજના લાભાર્થીઓએ ભાગ લીધો. 
🔷સૌપ્રથમ સવારના ૬ .૩૦ વાગ્યે શ્રી સમાજના પ્રમુખશ્રી શામજીભાઈ છાભૈયા, મંત્રીશ્રી અમૃતભાઈ રામાણી તેમજ યુવક મંડળના પ્રમુખશ્રી દિનેશભાઈ પારસીયા અને મંત્રીશ્રી હિતેશભાઈ સેંઘાણી તથા શિક્ષણ અને આરોગ્ય સમિતિના પ્રમુખશ્રી વિપુલભાઈ સેંઘાણી અને મંત્રીશ્રી પિયુષભાઈ લીંબાણી તેમજ પૂર્વ કચ્છ રિજિયનના સેક્રેટરી રમેશભાઈ રામાણી, મહિલા મંડળના પ્રમુખ ભગવતીબેન ઉકાણી અને સહમંત્રી સવિતાબેન લીંબાણી આ સૌ હોદેદારોની સાથે યુવાસંઘ મેડિકલ ટીમ  હિતેશભાઈ પોકાર અને રતનભાઇ ગોગારી એ દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુક્યો. 
🔷યુવાસંઘ પુર્વ કચ્છ રીજીયન માંડવી ડિવિઝન ના મંત્રીશ્રી પિયુષભાઈ લિંબાણી એ આવેલ સૌ હોદેદારો તેમજ મેડિકલ ટીમ નું શાબ્દિક સ્વાગત કર્યું.
🔷આ મેડિકલ કેમ્પમાં કુલ ૧૪૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. 
🔷શ્રી બિદડા પાટીદાર સમાજના મંત્રીશ્રી અમૃતભાઈ રામાણી એ યુવાસંઘ ની હેલ્થ અને ડિઝાસ્ટર થીમ અંતર્ગત મેડીકલ કેમ્પ એ હાલના યુગમાં ખૂબ જ જરૂરી છે જેથી આપણે સ્વાસ્થ્ય અંગે અવગત થઈ શકીએ તેમ જણાવ્યું.
🔷યુવક મંડળ ના મંત્રીશ્રી હિતેશભાઈ સેંઘાણી એ દાતાશ્રીઓનો આભાર માન્યો તેમજ યુવાસંઘ ની આ મેડિકલ કેમ્પ ની કામગીરીને બિરદાવી. 
🔷યુવક મંડળના પ્રમુખશ્રી દિનેશભાઈ પારસીયા એ મેડિકલ રિપોર્ટ બાદ સ્વાસ્થય અંગે કાળજી લેવાનું સૂચવ્યું. તેમજ કોરોના અંગે સર્વે સમાજ જનો તકેદારી રાખે તેમ જણાવ્યું.
🔷 સમગ્ર કાર્યક્રમની આયોજન વ્યવસ્થા યુવક મંડળ ની ટીમ તેમજ સમાજની શિક્ષણ અને આરોગ્ય ની ટીમે સંભાળી હતી.
 

 શ્રી બિદડા પાટીદાર સનાતન સમાજ ખાતે બ્લડ ટેસ્ટ રિપોર્ટ વિતરણ કાર્યક્રમ નો અહેવાલ

 
🔷 શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન આયોજીત સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ-૬ જે બિદડા પાટીદાર સનાતન સમાજ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં બિદડા પાટીદાર સનાતન સમાજ ની સાથે કૈલાસનગર,શ્રીરામ નગર,નાની ખાખર પાટીદાર સમાજે ભાગ લીધો હતો, તેમાં કુલ ૧૪૦ જેટલા લાભાર્થીઓએ બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા, તેમને તારીખ: ૩૦-૦૧-૨૦૨૨, રવિવારે ૩.૦૦ કલાકે બિદડા પાટીદાર સમાજવાડી ખાતે રિપોર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
🔷આ કાર્યક્રમ માં બિદડા પાટીદાર સમાજ નું ગૌરવ અને બિદડા ગામ મધ્યે આવેલ અનુકુલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. મયુરભાઈ પારસિયા ના માર્ગદર્શન હેઠળ સૌ લાભાર્થીઓને બ્લડ ના ૫૯ જેટલા ટેસ્ટ રિપોર્ટ ની વિસ્તૃત સમજ આપીને વિતરણ કરવામા આવ્યુ હતું. સાથે મહેન્દ્રભાઈ છાભૈયા દ્વારા બ્લડ પ્રેશર અને સુગર ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યા હતા. 

 

🔷આ કાર્યક્રમ માં પૂર્વ કચ્છ રીજીયન ના મહામંત્રી રમેશભાઈ રામાણી તથા પૂર્વ કચ્છ રીજીયન માંડવી ડિવિઝન ના મંત્રી પિયુષભાઈ લિંબાણી, કૃષી અને પર્યાવરણ થીમ ડિવિઝન ના કન્વીનર નિલેશભાઈ રૂડાણી, યુવા ઉત્કર્ષ થીમ ડિવિઝન કન્વીનર જીતેન્દ્રભાઈ પોકાર ની સાથે બિદડા પાટીદાર શિક્ષણ તથા આરોગ્ય સમિતિ ના પ્રમુખશ્રી વિપુલભાઇ સેંઘાણી, ઉપપ્રમુખ પ્રદીપભાઈ છાભૈયા, સહમંત્રી મનીષભાઇ દડગા, ખજાનચી શૈલેષભાઈ સેંઘાણી, કારોબારી સભ્ય જીનીતભાઈ વાસાણી નો વિશિષ્ઠ સહયોગ મળ્યો હતો.